Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફુલે અને રાષ્ટ્રનિર્માતા ડો.બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી, સ્ટેશન સર્કલ પાસે પ્રતિમાને ફુલહાર કરી કેક કટિંગ કરાયું…!

Share

ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડો.બાબા સાહેબ આંબેડકરની આજે ૧૩૧ મી જન્મ જયંતી નિમિત્તે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, ભરૂચના સ્ટેશન સર્કલ ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે વિવિધ રાજકીય અને સામાજીક સંગઠનો દ્વારા વહેલી સવારથી પ્રતિમાને ફુલહાર કરી કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સવારે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી દલિત સમાજની દીકરીઓ પાસે પાસે કેક કટિંગ કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

તો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે પણ ડો.બાબા સાહેબ આંબેડકરની તસ્વીર પર ફુલહાર કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, શહેર પ્રમુખ તેજપ્રિત શોખી સહિત હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હારુન પટેલ : ભરુચ

Advertisement

Share

Related posts

છોટાઉદેપુરનાં બોડેલીના વિસ્તારમાં આવેલ એક્સિસ બેંકમાં તસ્કરો ત્રાટકયા.

ProudOfGujarat

NCC કેડેટસની સાબરમતીથી નીકળેલી સાયકલ રેલી સુરત પહોંચી.

ProudOfGujarat

છોટાઉદેપુર : કરાલી પીએસઆઈ એન.જી.રોહિત તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!