Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોસંબાના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે સગા ભાઈઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી પોલીસ.

Share

સુરતના કોસંબામાં છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે સગાભાઈ આરોપીઓને વાલીયા તાલુકાના મેરા ગામથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર રાજ્યમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સ્પેશ્યલ ડ્રાઈવચલાવવામાં આવેલ જેના અનુસંધાને ભરૂચ જિલ્લાના એસ.પી ડોક્ટર લીના પાટીલ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુચના આપવામાં આવેલ આથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ બનાવી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવેલ હોય ગત મોડીરાત્રીના અંકલેશ્વરમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હોય તે સમયે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સુરતના કોસંબા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે સગા ભાઈઓ કલ્પેશ રમેશ વસાવા અને રાહુલ રમેશ વસાવા રહે. મેરા ગામ ફળિયું વાલિયા ભરૂચને પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન મેરા ગામથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વાલિયા પોલીસને સોંપવામાં આવેલ છે. આગળ આ કેસમાં કોસંબા પોલીસને જાણ કરી બંને આરોપીઓનો કબજો કોસંબા પોલીસને સોપવામાં આવશે.

Advertisement

Share

Related posts

નર્મદા-સરદાર સરોવર ડેમની સપાટીમાં ઘટાડો-24 કલાકમાં વધુ 10 સે.મી. સપાટીમાં ઘટાડો..

ProudOfGujarat

સુરતનાં રાંદેર વિસ્તારનાં પાલનપુર પાટિયા નજીક એક પ્લાસ્ટિકની દુકાનમાં આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી.

ProudOfGujarat

ભરૂચની રૂકમણી દેવી રૂંગટા વિધાલયમાં પ્રવેશ માટે એડમિશન ફોર્મ ન મળતા હોવાથી જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!