ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કુમારશાળામાં રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન લર્નિંગ બાય ડુંઈંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાલેજ સહિત આસપાસના ગામોના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇન્ટર સ્કુલ એક્ટિવિટી કાર્યક્રમ અંતર્ગત કહાન પ્રાથમિક શાળા તથા કિશનાડ પ્રાથમિક શાળાના બાળકો તથા શિક્ષકોએ એલ.બી.ડી લેબની મુલાકાત લીધી હતી અને આ લેબના સાધનોનો ઉપયોગ કરી વિવિધ એક્ટિવિટી કરવામાં આવી. સરકારના અભિગમ અનુસાર બાળકો વિવિધ ટેકનોલોજીથી અવગત થાય તેમજ બાળકો તે ટેકનોલોજીનો ભવિષ્યમાં ઉપયોગ કરી ઉજ્જ્વળ જીવન બનાવે એવી આશા સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ
Advertisement