ભરૂચ જિલ્લાના નબીપુર પંથકમાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા માટે એકપણ અંગ્રેજી માધ્યમની સરકારી શાળા આવેલી નથી, જેને કારણે વાલીઓએ પોતાના બાળકોને નાછૂટકે અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માટે ખાનગી ધોરણની શાળાઓમાં પ્રવેશ લેવો પડે છે. આ ખાનગી શાળાઓની બાળકોની શિક્ષણ ફી વાલીઓ માટે કમરતોડ હોય છે જેથી અમુક વાલીઓએ પોતાના બાળકોને સરકારી ગુજરાતી શાળામા પ્રવેશ લેવો પડે છે. જો આ પંથકમાં સરકારી અંગ્રેજી માધ્યમની શાળા હોય તો અનેક વિદ્યાર્થીઓનું ભાવિ બદલાઈ શકે છે.
જે હેતુથી ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભાના AIMIM ના યુવા પ્રમુખ માવ્યાભાઈ કુકી એ ભારતના માનનીય રાષ્ટ્રપતિ અને ગુજરાતના શિક્ષણ વિભાગને લેખિતમાં રજુઆત કરી હતી જેના જવાબરૂપે તેમણે ગુજરાત રાજ્ય શિક્ષણ સચિવને આ પ્રક્રિયામાં આગળની કાર્યવાહી માટે સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે. જે સંદર્ભે માવ્યાભાઈ કુકી આગળની કાર્યવાહી રૂપે ગુજરાત શિક્ષણ સચિવને રજુઆત કરી નબીપુર પંથકમાં સરકારી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થાય તેના માટે પ્રયત્નશીલ બન્યા છે. જો તેમનો આ પ્રયત્ન સફળ થશે તો આ પંથકના ભાવિ વિદ્યાર્થીઓનું જીવન બદલાઈ જશે.
યાકુબ પટેલ, પાલેજ