ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકે ડો.લીના પાટિલે ચાર્જ સંભાળ્યા બાદથી જ્યાં એક તરફ દારૂ, જુગારીઓ જેવા ગુનેગારોમાં ફફડાટ છવાયેલો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હવે એસ.પી ની એક્શનમોડ કામગીરીએ પોલીસ બેડામાં પણ ખળભળાટ મચાવ્યો છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ભરૂચ જિલ્લા પોલીસમાં બદલીઓનું વાવાઝોડું ફૂંકાયું હોય તેવી સ્થિતિનું સર્જન થયું હતું.
ગતરોજ ભરૂચ એસ.પી દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૨૦ પોલીસ કર્મીઓની ભરૂચ હેડ કવોટર્સ ખાતે બદલી કરાયા બાદ આજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના ક્રાઇમ બ્રાંચ સહિત વિવિધ પોલીસ મથક ના P.I તેમજ PSI ની આંતરિક બદલીઓનું લિસ્ટ સામે આવ્યું હતું,જેમાં ક્રાઇમ બ્રાંચના ૩ PSI સહિત વિવિધ પોલીસ મથકના અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો હતો.
આમ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અધકારીઓ અને પોલીસ કર્મીઓ મળી ૩૧ જેટલા પોલીસમાં ફરજ બજાવતા કર્મીઓની બદલી બાદથી પોલીસ વિભાગ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, એક બાદ એક બદલીઓ અંગેનું વાવાઝોડું આખરે ક્યાં જઇ અટકે છે તેવી બાબતો હાલ પોલીસ વિભાગમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, સાથે જ બદલીઓના આવતા લિસ્ટ ઉપર કર્મીઓ ચાતક નજરે રાહ જોઈ રહ્યા હોય તેવી સ્થિતીનું સર્જન થતું જોવા મળી રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ