Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે આર.કે.મહેતાની નિમણૂક કરાઇ.

Share

રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે આર.કે.મહેતાની નિમણુંક થતા આજે તેઓએ તેમનો પદભાર સંભાળી લીધો છે. ૨૦૧૧ ની બેચના આઇ.એ.એસ. ઓફિસર આર.કે. મહેતા આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. આર.કે. મહેતા આ અગાઉ વર્લ્ડ બેન્ક દ્વારા ફાયનાન્સ કરેલ ગુજરાત રેઝિલિયન્ટ સીટીઝ પ્રોગ્રામમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે, ભારત સરકારના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન લિમિટેડમાં ડેપ્યુટી ચિફ પ્રોજેક્ટ મેનેજર તરીકે તથા અમદાવાદ શહેરમાં સિટી ડેપ્યુટી કલેક્ટર સહિત વિવિધ જિલ્લાઓમાં સેવાઓ આપી ચૂક્યા છે.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધંધુકા જિલ્લાનું બાલાજી ડ્રીમ સીટી ખાતે એકત્રીકરણ યોજાયું.

ProudOfGujarat

વિરમગામના હાથી તલાવડી વિસ્તારમાં મહર્ષિ વાલ્મીકિ ભગવાન જયંતિની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

સુરતમાં આપના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!