ભરૂચના વાલિયા તાલુકામાં ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી આવેલ હોય જેમાં કસ્ટોડિયનની નિયુક્તિ બાદ ચૂંટણી કરવામાં ન આવતા સભાસદો દ્વારા ગણેશ સુગરમા ચાલતી વ્યવસ્થાપક બોર્ડની મનમાની વિશેની એક લેખિત રજૂઆત કરાઇ છે જેમાં વિસ્તારના ખેડૂતો રાકેશ આયનીય દિલીપસિંહ ગોધરા બાલુભાઈ વસાવા પ્રવિણસિંહ સોલંકી વગેરે જુદા જુદા ખેડૂતોએ ગાંધીનગર ખાંડ નિયામકને લેખિત પત્ર પાઠવી જણાવ્યું છે કે અન્યાય સહન કરવાની પણ એક મર્યાદા હોય ત્યારે સંસ્થાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંસ્થાના ચૂંટાયેલા વ્યવસ્થાપક બોર્ડ દ્વારા પ્રાથમિક મંડળીમાં હતી ત્યારે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી ચૂંટણી માટે સરકારને દરખાસ્ત કરી હતી તો ચૂંટણી ન થવા માટે જવાબદાર કોણ???? તે સહિતના પ્રશ્ને ખેડૂત સભાસદો એ વધુમાં જણાવ્યું છે કે ૧૯૮૮ થી ચાલતી આ સંસ્થામાં દરેક ખેડૂતોના અકાઉન્ટ કેટલીક માહિતીઓ ગુપ્ત રાખવામાં આવે છે પરંતુ હાલના સંજોગોમાં કાયદાની જોગવાઈ હોવા છતાં ઇરાદાથી અંગત સ્વાર્થ ધરાવતા કેટલાક જૂથવાદથી લોકોએ સભાસદોના હિસાબી પત્રકો અન્ય માહિતી મેળવી માનહાનિના ઇરાદાથી સાર્વજનિક જાહેર કર્યા છે સંસ્થા અને સભાસદોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડયું છે. ગુપ્ત માહિતીઓ ઉપલબ્ધ કરાવવા સંસ્થાનું વહીવટીતંત્ર અને વડા કસ્ટોડિયન પણ અંગત રીતે જવાબદાર હોય કથિત સંજોગોમાં તેવું લાગે છે ઇરાદાપૂર્વક ચૂંટણીની પ્રક્રિયાને રોકનાર બે-ચાર સભાસદો કે જેવો બોર્ડ ઓફ નવમીની માંથી મનાઈહુકમ લાવનાર નિર્દેશ મંડળીની ચૂંટણી માટે સંસ્થા દ્વારા રજૂ કરાયેલ દરખાસ્ત પર કોઈ પણ કાર્યવાહી કરી પડતા રહેવા દીધી તેમજ આ વિસ્તારના સીમાંત અને નાના આદિવાસી ખેડૂતોની હાલતી જીવાદોરી સમાન સંસ્થા નુકસાન કરનાર સભાસદો પણ હોય જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન થઈ રહ્યું છે સંસ્થામાં જ્યારથી કસ્ટોડિયન ની નિમણૂક થઈ છે ત્યારથી જ પ્રતિદિવસ શેરડીનું પિલાણ ઘટી રહ્યું છે ગણેશ સુગરમાં 2000 થી 2500 સુધીનું શેરડીનું પિલાણ થતું હોય જેમાં હાલના સંજોગોમાં 4200 ની ક્ષમતામાં જ શેરડીનું પિલાણ થાય છે જે પણ સભાસદો માટે નુકસાનકારક છે તેમજ કર ખર્ચમાં વધારો થઈ રહ્યો છે અને સભાસદોની શેરડી ઉભી રહેવાનો સંભવ હોય તેવું લાગે છે આથી કસ્ટોડિયન પોતાની જવાબદારી સંપૂર્ણપણે નિભાવે તેવી પણ અમારી માંગ છે. ખેડૂતોની જે શેરડી આવે છે તેમાં પણ અવ્યવસ્થા ઊભી થાય છે ખેડૂતોની શેરડી અન્ય બીજા ખાતા પર ચડાવી દેવામાં આવે છે તેમજ ખેડૂતોને પૂરતા નાણાં પણ સમયસર ન મળતા હોય શેરડીના હપ્તાનું રેગ્યુલર પેમેન્ટ પણ સંસ્થા દ્વારા કરવામાં આવતું નથી.
હાલના સંજોગોમાં મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે નવી શેરડીની ટ્રીટમેન્ટ, બીમારી અને સ્કૂલની ફી પણ ખેડૂતોને ભરપાઈ ન થઈ શકે તેવી કફોડી હાલત ગણેશ સુગરના સત્તાધીશો એ કરેલ હોય આથી શેરડીની આવક અને ઉપર ધ્યાનમાં લીધા સિવાય શેરડીના ભાવ નક્કી કરાય છે જેથી ખેડૂતોને ઘણો જ આર્થિક નુકસાન વેઠવું પડે છે આતો કે અમારી માંગ છે, અમારા પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવામાં આવે નહી તો આવતા વર્ષે શેરડીનો જથ્થો સભાસદો દ્વારા પીલાણ માટે પૂરો પાડવામાં નહીં આવે તેમજ સંસ્થાના સંચાલન કે વહીવટ માટે જવાબદાર ના હોય એવા પણ કેટલાક વ્યક્તિઓની ગેરહાજરીમાં ઓફિસમાં બેસી સંસ્થાના કર્મચારીઓ અધિકારીઓને બોલાવી માહિતી માંગી સૂચનાઓ આપી અને વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા કરતા હોય છે આ પ્રવૃત્તિને પણ રોકવાની આવશ્યકતા હોય આગામી સમયમાં અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો સંસ્થાની બાનમાં લેવા માટે સભાસદ ખેડૂતો કાયદો-વ્યવસ્થા અને સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન થશે તો તેના માટે પણ જવાબદાર કસ્ટોડિયન રહેશે પક્ષી કે રાજકીય હસ્તક્ષેપ વિના સંસ્થા અને સભાસદો માટે નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાની ફરજ કસ્ટોડિયનની હોય છે જો ગણેશ સુગરના સભાસદોને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ગણેશ સુગરના સભાસદો આંદોલન કરી પરિવર્તન લાવશે તેમ પણ આ લેખિત પત્રમાં જણાવ્યું છે.