ગુજરાત રાજ્યમાં એક બાદ એક પરીક્ષાઓમાં ગેરરીતી અને પેપર ફૂટ્યા જેવા આક્ષેપો કરી ઘટનાથી લોકોને માહિતગાર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની થોડા દિવસો અગાઉ ગાંધીનગર ખાતે પોલીસ કર્મી પર ગાડી ચઢાવી દેવા જેવા ગુન્હામાં પોલીસે ધરપકડ કરી તેની સામે IPC 307 અને 332 જેવી ગંભીર ધારાઓ લગાવવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
આજરોજ રાજપૂત કરણી સેના તેમજ વિવિધ સમાજના લોકોએ સાથે મળી મુખ્યમંત્રીને સંભોધિત એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યુ હતુ, જેમાં યુવરાજસિંહ જાડેજા સામે લાગેલ 307 અને 332 જેવી કલમોને પરત ખેંચવા સાથે તેમને રિલીઝ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
Advertisement
હારુન પટેલ : ભરૂચ