Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાના મામલે, ભરૂચ જિલ્લા કોંગ્રેસની પોલીસ અધિક્ષકને જવાબદારો સામે ગુનો નોંધવા કરી રજુઆત.

Share

ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં તાજેતરમાં બ્લાસ્ટના કારણે છ મજૂરોનું મૃત્યુ થતાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કંપનીના જવાબદાર અધિકારીઓ સમક્ષ પગલાં લેવા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરીમલસિંહ નટવરસિંહ રણા એ આ લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે આજે વહેલી સવારે ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક જ બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગેલ હોય, આ આગના બનાવમાં 6 લોકોના મૃત્યુ થયા છે. સ્થળ પર જ ગંભીર રીતે દાઝી જતાં 6 વ્યક્તિઓ મૃત્યુ પામતા અહીં સેફટી વિભાગની પણ પૂરતા પ્રમાણમા જોગવાઈ ન હોવાથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે મજૂરોના પરિવારો પર ઓચિંતું સંકટ આવી ગયું છે. આથી તાત્કાલિક ધોરણે કંપનીના જવાબદારો સેફટી મેનેજર, ફેકટરી મેનેજર, પ્રેસિડન્ટ, જનરલ મેનેજર, એચ.આર પ્લાન્ટ મેનેજર તેમજ પ્લાન્ટ ઇન્ચાર્જ સમક્ષ ઇ.પી.કો કલમ 304, 337, 338, 203, 285, 286, 287, 427, 114 મુજબની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે જીવના જોખમે પાટા ઓળગતા મુસાફરો કેમેરામાં નજરે પડી રહ્યા છે.

ProudOfGujarat

કોરોનાની વૈશ્વિક મહામારીનાં કારણે ગોધરા એસ.ટી વિભાગનાં 112 શીડયુલ બંધ કરવામાં આવ્યા.

ProudOfGujarat

અમદાવાદથી ગોવા, જયપુર સહીત અન્ય 6 શહેરોએ જવા માટે ફ્લાઇટના ભાડામાં વધારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!