Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : IPL ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડનાર ઇસમને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ..!!

Share

હાલ દેશભરના ક્રિકેટ રસિકોમાં IPL નો ક્રેઝ જોવા મળી રહ્યો છે, આ ક્રેઝ વચ્ચે તેના પર સટ્ટો રમતા તત્વો પર હવે સામે આવી રહ્યા છે, ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઇન્ડિયન પ્રીમિયર લીંગ (IPL)૨૦૨૨ ની રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ ટિમો વચ્ચેની ૨૦-૨૦ ક્રિકેટ મેચ દરમિયાન ઓનલાઈન મોબાઈલ આઈ-ડી દ્વારા ક્રિકેટ સટ્ટો રમી/રમાડનાર એક ઈસમને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ શહેર પોલીસના કર્મીઓને બાતમી મળેલ કે ધોળીકુઈ શાકમાર્કેટ પાછળ આવેલ રોયલ કોમ્પલેક્ષની બહાર ખુલ્લા રોડ ઉપર એક ઈસમ ઓનલાઇન એપ્લિકેશન મારફતે સટ્ટો રમી/રમાડે છે જે બાદ પોલીસે સ્થળ પર દરોડા પાડતા હિરેન લાલાભાઈ રાણા નામના ઈસમને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રોકડ રૂપિયા ૧૦,૪૦૦ મોબાઈલ સહિત કુલ ૧૫,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપારડી નજીકના બોરીદ્રા ના ગ્રામજનો કાયદેસરના રસ્તાના અભાવે હાલાકીમાં સારસા બોરીદ્રા વચ્ચે માધુમતિ પર છલીયું બનાવી રોડ સુવિધા વિકસાવવા માંગ

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં ઝંખવાવ અને માંડવી વચ્ચે કંબોડિયા ગામ નજીક અકસ્માત થતાં 4 વ્યક્તિનાં મોત નીપજયાં.

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર અધ્યક્ષતામાં પશુપાલકો સાથે મીટીંગ યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!