ભરૂચ જિલ્લામાં સેંકડો ઇકો ગાડી ચાલકો ગેરકાયદેસર રીતે ઠુસાઠૂસ મુસાફરો ભરીને ફેરી કરતાં હોવાનું નરી આંખે જોઈ શકાય છે. જોકે ઈકો ગાડીઓ ગેરકાયદેસર અને બેફામ ઇકો હાંકતા હોય તે પોલીસની નજરોમાં નથી તે નવાઇની વાત છે. પોલીસની નજર બહાર આ ઇકો ગાડી ચાલકો મુસાફરોને ભરી ફેરી મારે છે કે પોલીસ જાણ્યા હોવા છતાં અજાણ બને છે તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે.
ભરૂચ નર્મદા ચોકડી પર રાત્રીના સમયે ઓટોરીક્ષા ચાલકો વર્ષોથી ઓટોરીક્ષા ચલાવી મુસાફળોને પોતાની મંજિલ સુધી પહોંચાડતા આવ્યા છે. તેમજ ઇકો ગાડી ચાલકો પણ ટ્રાફિક પોલીસ સ્ટેશનથી ૧૦૦ મીટરના અંતરે બેરોકટોક મુસાફળો ભરી દહેજ સુધી જતા અને આવતા હોય છે. નર્મદા ચોકડી પાસે ઓટોરીક્ષા અને ઇકો ગાડી ચાલકો વચ્ચે છુટા હાથની મારામારી થતી આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ જીજે-૧૬-ડબ્લ્યુ-૫૨૬૩ ઓટોરીક્ષા ચાલક ફારૂક યુસુફ પટેલ, રહે. હુસેનિયા સમાં પાર્ક, બાયપાસ, ભરૂચ જે નર્મદા ચોકડી પેસેન્જર ભરવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ઇકોગાડી નં. જીજે-૧૬-સી.એસ.-૨૮૫૮ નો ચાલક સોયબ, રહે. ફૂડચન ગામએ ગાળાગાળી કરી હતી અને ઉશ્કેરાયને ફારૂક પટેલ પર હુમલો કર્યો હતો. જેમાં અન્ય ઇકો ચાલક જીજે-૧૬-સી.એસ.-૫૧૯૭ સહિતના ૯ ઇકો ચાલકોએ સોયબ સાથે ગાળા ગાળી કરી માર માર્યો હોવાનું સોયબએ જણાવ્યું હતું. ઇકોગાડી ચાલકો દ્વારા હુમલો કર્યા બાદ તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેમાં તેને ડાબી આંખમાં વાગી જતા આંખમાં સોજો આવ્યો હતો, તેમજ માથામાં કઈક વાગતાં સીટી સ્કેન કરાવવું પડ્યું હતું. અને મારામારી દરમિયાન ઇકો ગાડી ચાલકો બફાટ કરી રહ્યા હતા કે અમે ઇકોગાડી ચલાવવા પોલીસને હપ્તા આપીએ છીએ અમારી ઇકોગાડીઓ અહીંથી જ પેસેન્જર ભરશે તમે અહીંથી જતા રહો, અમને અહીંયાથી કોઈ હટાવી શકશે નહીં તમારે જે તોડવું હોય તે તોડી લો. ત્યારે ઇકોગાડી ચાલકો પાસેથી પોલીસ હફતા લેતી હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ કરતાં હોય તે જિલ્લા પોલિસ તંત્રએ વિચારવા લાયક છે. ત્યારે ૧૦૦ મીટરના અંતરે આવેલ જિલ્લા ટ્રાફિક પોલીસ ખરેખર આ ઇકો ગાડીઓ પાસેથી હપ્તા વસુલે છે, જેથી તેઓ આટલા બેફામ બની હપ્તાખોરીનો આક્ષેપ કરી રહ્યા છે કે પછી જિલ્લા ટ્રાફિક પોલીસનું કઈ ઉપજતું નથી? અગાઉ બે મહિના પહેલા પણ ઓટોરીક્ષા ચાલક પર ઇકોગાડી ચાલકોએ હુમલો કર્યો હતો અને ત્યારબાદ પણ ઇકોગાડીઓ બિન્દાસપણે ગેરકાયદેસર રીતે ચાલી રહી હોય તો સ્વાભાવિકપણે માની શકાય કે હપ્તા રાજમાં ઇકોગાડી ચાલકો બેફામ બન્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ બેફામ બનેલા ઇકોગાડી ચાલકો અને ગેરકાયદેસર રીતે ચાલતી ઇકોગાડી પર ગાજ વરસાવશે કે નહિ તે જોવું રહ્યું.