ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું સવંત ૭ માં સ્થાપિત થયેલ અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે ચૈત્રી સુઠ આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજે માતાજીના હવન યોજાશે, આ મંદિરમાં જે કાર્યક્રમ મોટી અંબાજી મંદિરમાં થાય છે તે તમામ કાર્યક્રમ ભરૂચના અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે કરવામાં આવે છે.
આજે સવારથી અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે ભક્તિભાવ પૂર્વક દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આજે ચૈત્રી સુઠ આઠમે માં અંબાજીના દર્શન કરી ભાવિ ભક્તો એ ધન્યતા અનુભવી હતી.
હારુન પટેલ : ભરૂચ
Advertisement