ગત તારીખ ૩૦/૦૩/૨૦૨૨ ના રોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલ એસ.ટી ડેપો તેમજ જ્વાહર બજાર વિસ્તારોના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજીત ૨૦૦ થી વધુ મકાનો અને દુકાનોના ગેરકાયદેસર બાંધકામ તંત્ર દ્વારા જેસીબી વડે તોડી કાઢવામાં આવતા સ્થાનિકોએ વર્ષો જૂનો પોતાનો આશરો છોડવાની નોબત આવી હતી.
રેલવે તંત્રની કાર્યવાહીના પગલે અનેક પરિવારો ખુલ્લા આસમાન નીચે પોતાનો આશરો લેવા મજબુર બન્યા છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નેત્રંગ પંથકમાં ઘર વિહોણા બનેલા પરિવારોએ આવી પહોંચી ગરીબીની ઠાઠરી કાઢી કલેક્ટર કચેરીના કંપાઉન્ડમાં જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી મહામહિમ રાજ્યપાલને સંબોધિત આવેદનપત્ર કલેક્ટરને પાઠવી તેઓને તંત્ર રી સેટલમેન્ટ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.
હારુન પટેલ : ભરૂચ
Advertisement