ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ નાઓ તરફથી જીલ્લામા દારુ/જુગારની ગેરકાયદેસરની પ્રવુતી અટકાવવા સારુ તથા જીલ્લામા થતી દારુની ગેરકાયદેસર રીતે હેરફેર અટકાવવા સારુ વોચ રાખી અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન બાતમી મળેલ કે અંક્લેશ્વર તરફથી કેબલ બ્રીજ થઈ ઝાડેશ્વર ચોકડી તરફ વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલ ટાટા ઈંન્ડીગો ગાડી જેનો રજી નંબર GJ-06-DG-4240 આવવાની છે. જે બાતમી આધારે ઝાડેશ્વર ચોકડી ઉપર વોચમાં હતા તે દરમ્યાન ટાટા ઈંન્ડીગો ગાડી જેનો રજી નંબર GJ-06-DG-4240 તેને રોકવાનો ઇસારો કરતા ચાલકે ગાડી ભગાવેલ જેનો પીછો કરી આ ગાડી ને નિલકંઠ મંદિર પાસે રોકી એક ઈસમ અલ્પેશભાઈ ભીખાભાઈ પટેલ ઉ.વ-૩૪ રહે- દુકાન ફળીયુ જુના કાસીયા તા- અંકલેશ્વર જી. ભરૂચને પકડી પાડ્યો હતો.
પોલીસ ટીમે ગાડીમા તપાસ કરતા ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો તથા બીયર નંગ ૨૮૯ કુલ કિંમત રૂપીયા ૪૩,૩૦૦/- અને ટાટા ઈન્ડીગો ગાડી ફોર વ્હીલ ગાડી કીમત રૂપીયા ૧,૫૦,૦૦૦/- તથા અંગ જડતીના રોકડા રૂપીયા ૧૪૫૦/- તથા ઓપ્પો કંપનીનો મોબાઈલ જેની કીંમત રૂપીયા ૫૦૦૦/- મળી કુલ કિમત ૧,૯૯,૭૫૦/-મુદ્દામાલ કબ્જે કરવા સાથે વિશાલ ઉર્ફે હોઠ ફાટલો ઠાકોરભાઇ પરમાર રહે- કસક ભરૂચ, સ્વપનીલ મહીનભાઇ વસાવા રહે- શુક્લતીર્થ તા જી ભરૂચ, દશુભાઇ રહે- હજાત તા-અંક્લેશ્વર જી.ભરૂચને આ ગુનામાં વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરૂચ