7 એપ્રિલ આખા વિશ્વમાં વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ૧૯ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ તેના 80 જેટલા કર્મચારીઓ સાથે દિવસ અને રાત જોયા વગર 365 દિવસ માનવજીવન બચાવવા માટે હંમેશા તત્પર હોય છે, એ પણ બાબત નોંધનીય છે કે હાલમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના કારણે લોકોને બીમાર પડી રહ્યા છે.
લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આજરોજ ભરૂચ જિલ્લામાં જ્યાં પણ ૧૦૮ ઈમરજન્સી સેવા મૂકવામાં આવી છે તે તમામ જગ્યા ઉપર ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોનું બ્લડ પ્રેશર સુગર તેમજ બીજી કોઈ પણ તકલીફ હોય તે અંગેની આરોગ્ય ચકાસણી ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા કરવામાં આવી હતી આ બાબતની માહિતી ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક કરી આપી હતી.
હારૂન પટેલ : ભરૂચ