બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ૩૧/૦૩/૨૦૨૨ ના રોજ વાલિયા પોલીસ મથકે ગોદરેજ કંપનીના સ્ટોર રૂમમાંથી કંપનીના એસ.એસ ના મટીરીયલની કોઈ અજાણ્યા તસ્કરોએ ચોરી કરી લઇ જઈ ગુનો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ પોલીસે સ્ટોર રૂમ સહિત કંપનીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અંગેની ચકાસણી શરૂ કરી હતી.
હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરતા આ ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોર ઈસમ વાલિયા તાલુકામાં કનેરાવ ગામની સીમમાં ચોરી કરેલ મુદ્દામાલ સગેવગે કરવાની તૈયારીમાં છે જે આધારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા ગોદરેજ કંપનીમાંથી ચોરી થયેલ તમામ મુદ્દામાલ સાથે કનેરાવ ગામ જ રહેતા પિયુષ ઉર્ફે પ્રવીણ ઉર્ફે બાંડીયો ગોમાન વસાવા ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપીની પોલીસે પૂછપરછ કરતા તેમજ પોકેટકોપ મોબાઈલ મારફતે ખાત્રી કરતા પકડાયેલ આરોપી વર્ષ ૨૦૨૦ માં ભરૂચ તાલુકાના ચાવજ ખાતે આવેલ વીડિયો કોન કંપનીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું, હાલ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપાયેલા આરોપી પાસેથી કુલ ૪૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.