ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે બિલાલ હજ & ઉમરાહ ટ્રાવેલ્સ આશરે 30 વર્ષ કરતા વધુ સમયથી ચાલે છે. જે મુસ્લિમોના પવિત્ર ગણાતા મક્કા અને મદીના ખાતે હજ અને ઉમરાહ માટે ભાવિકોને સમયાંતરે લઇ જવાનો વ્યવસાય કરે છે. કોવિડ 19 ની વિશ્વવ્યાપી મહામારીને કારણે માર્ચ 2020 થી ભારત સરકાર અને સાઉદી અરબ સરકારના કોરોનાના નિર્દેશ મુજબ ભારતભરમાંથી હજ અને ઉમરાહની વિઝા બંધ કરાતા છેલ્લા 2 વર્ષથી તેમની તમામ ટૂરો સ્થગિત કરી હતી. હવે જ્યારે કોરોનાની મહામારી ભારતમાંથી વિદાય થઈ રહી છે ત્યારે 2 વર્ષના લાંબાગાળા બાદ બંને દેશોની સરકાર દ્વારા વિઝા પદ્ધતિ ફરી ચાલુ કરાતા બિલાલ હજ & ટૂરને પણ તેમના ક્વોટા મુજબ વિઝાની ફાળવણી કરાતા તા. 5 એપ્રિલ 2022 ને મંગળવારના રોજ બપોર બાદ નબીપુર થી શ્રધ્ધાળુઓને લઈ રવાના થયા હતા. ટૂરના સંચાલક ઇસ્માઇભાઈ નૂનીયા ઉર્ફે હાજી અરબે તમામ મુસાફરોને યાત્રાની શુભેચ્છા પાઠવી હતી. ટૂરનો કાફલો હાજી ઇરફાન નૂનીયાના નેતૃત્વ હેઠળ રવાના થયો હતો. આ પ્રસંગે ટૂરના સહાયક હાફેઝી સલીમભાઈ એ તમામ યાત્રાળુઓની યાત્રા સુખરૂપ નીવડે તેવી પ્રાર્થના કરી હતી.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ : નબીપુરથી બિલાલ હજ & ઉમરાહ ટ્રાવેલ્સની ટૂર ઉમરાહ માટે મક્કા મદીના જતાં ટ્રાવેલ્સના સંચાલકોમાં ખુશીની લહેર વ્યાપી.
Advertisement