Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ એસ.પી.ની બદલી થતાં વિદાય સમારંભ સાથે નવા એસ.પી.નો આવકાર સમારંભ યોજાયો.

Share

ભરૂચ જિલ્લા એસ.પી. રાજેંન્દ્રસિંહ ચુડાસમાની બદલી થતાં પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડ કવાટર્સ ખાતે વિદાય સમારોહ યોજાયો. તો નવ નિયુક્ત એસ.પી. ડો.લીના પાટિલને આવકારવામાં આવ્યા હતા. ત્રણ વર્ષ આઠ મહિના અને આઠ દિવસ સુધી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે સેવા બજાવનાર એસ.પી.આર.વી.ચુડાસમાને અદકેરું અભિવાદન સાથે સહપરિવાર વિદાય આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ડી.ડી.ઓ. યોગેશ ચૌધરી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, જિ.પં. પ્રમુખ અલ્પાબેન પટેલ, પાલિકા પ્રમુખ અમીત ચાવડા, કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સહિત જિલ્લાના ભાજપાના હોદ્દેદારો અને ઇન્ડસ્ટ્રીયાલીસ્ટો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રસિદ્ધ કલાકાર અભેસિંગ રાઠોડ અને રાધાબેન વ્યાસનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાયો હતો.
આ તરફ પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલની ભરૂચ ખાતે બદલી થતાં તેઓના આવકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

તો બીજી તરફ યાદોના સંભારણા સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડા આર.વી.ચુડાસમાને અને એલ.સી.બી.પી આઇ જયવીરસિંહ ઝાલાને પણ સુરત ખાતે બદલી થતાં સન્માન સાથે વિદાય આપી આગામી દિવસોમાં પણ તેઓ ખુબ પ્રગતીના શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ઉપસ્થિત મહાનુભવોએ વિદાય લેતા પોલીસ અધિકારી આર.વી.ચુડાસમાએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા કરેલા પ્રયાસને સૌ કોઈએ બિરદાવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન પરિમલ રાણાએ કર્યું હતું.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : કરજણ નેશનલ હાઇવે 48 પર ભારદારી ઓવરલોડેડ ટ્રકએ ધડાકાભેર એંગલ તોડી.

ProudOfGujarat

હાંસોટ તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન પેટે એક લાખ એક હજારનો ચેક મામલતદાર કચેરીનાં મામલતદારને અર્પણ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વરના કોસમડી ગામ વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટીમાં બિલ્ડરે એન.એ વિનાની જમીન પર કરવામાં આવેલ બાંધકામો શહેરી વિકાસ મંડળ દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!