ભારત દેશ એ લોકશાહીનો દેશ છે અને આજે એ લોકશાહી ખતરામાં છે. ભારત દેશમાં કોઈપણ વ્યક્તિ પોતાનો વ્યવસાય કરે એની સામે કોઈ જ વાંધો વિરોધ નથી પણ પોતાના અંગત લાભ માટે અંસંખ્ય લોકો સાથે અન્યાય કરે અને લોકોના જીવ સાથે ખિલવાડ કરે એ સાંખી નહી લેવાય.
વાત પાલેજ નારેશ્વર રોડ ઉપર બેફામ ચાલતા રેતી ખનનના વ્યવસાયની છે રેતી ખનનનો વ્યવસાય કરે એનો કોઈ જ વાંધો વિરોધ નથી પણ રેતી ખનનના નીયોમોની એશી તેશી કરીને વ્યવસાય કરે છે. નદીના વહેતા પાણીમાં ઠેર ઠેર પુલીયા બનાવીને નદીના પાણીમાં અવરોધ ઊભો કરે છે. રેતી ખનન માટે ગેરકાયદેસર પૂલીયાનું બાંધકામ કરી માછીમાર સમાજના લોકો સાથે અન્યાય કરી રહ્યા છે. નદી કિનારે વસતા માછીમાર સમાજ ના સેકડો પરિવારને નુકસાન પોહચાડી રહ્યા છે. પાલેજ નારેશ્વર રોડ ઉપર આવેલ તમામ ગામોના લોકોને રોજ જ હાલાકીનો સામનો કરવો પડે છે. રોડની નજીક આવેલ ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે અને વર્ષોથી આ તમામ ગામોના લોકોને આ રેતી ખનનના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભણતા બાળકોને નોકરિયાત વર્ગને પણ ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રીતે ખનનના લીધે અસંખ્ય લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ભીની રેતી ખનનના કારણે પાલેજ નારેશ્વર રોડની સપાટી રફેદફે થઇ જાય છે. અને બીજી ગણી બધી તકલીફો પડી રહી છે. રોડ ઉપર ધૂળની ડમરી ઉડવાથી લોકોની આંખોને પણ નુકસાન થાય છે અને નજીકના ગામોના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
સદર ગેરકાયદેસર રીતે ભીની રેતી ખનન બાબતે અને ગેરકાદેસર પુલિયાંને તોડવા માટે વહીવટી તંત્રને મૂળનિવાસી એકતા મંચ અને ૧૮ ગામ માછી સમાજના લોકોએ અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ ભીની રેતીનું ખનન અને પૂલિયાં આજદિન સુધી તોડ્યા નથી એ એક ગંભીર પ્રશ્ન છે. કેમ કે ગુજરાત સરકાર અને વહીવટી તંત્રને પણ બધી જ ખબર હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. સરકારને અને વહીવટી તંત્રને જાણે બીક લાગતી હોય એ રીતે ગુનેગારોને છાવરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. આટલું આટલું થવા છતાં પણ અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી માટે આવે જનતા એ જાગવું પડશે અને જનતા એ સરકાર અને વહીવટી તંત્રને મુહતોડ જવાબ આપવો પડશે જેથી રસ્તા રોકો આંદોલન કરીને ગેરકાયદેસર બનાવેલ પુલીયાંને તોડવા અને ભ્રષ્ટાચારી તંત્રને સબક શિખવાડીને તેમના કારનામા ખુલ્લા કરવા માટે આયોજીત રસ્તા રોકો આંદોલન કર્યું હતું. ગત તારીખ ૨૧/૦૨/૨૦૨૨ ના રોજ અકસ્માત થયો અને રેતી ખનનની તમામ ગાડીઓ બંધ થઈ ગઈ અને ઘણા બધા દિવસો બંધ રહી તેનાથી સાબિત થાય છે કે ખોટું ચાલતું હોય તો જ બાકી બંધ ના થાય એવા આક્ષેપ કર્યા હતા. ફરી ચાલુ થઈ એ મોટો પ્રશ્ન છે અને સરકારે પોલિસ પ્રશાસનને આગળ ધરીને લોકશાહી ની હત્યા કરી હોવાના આક્ષેપ કર્યા હતા. આંદોલનને રોક્યું છે અને માં નર્મદા મૈયાનું ચીરહરણ કર્યું છે અને પોલિસ પ્રશાસન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો અને માછી સમાજના અનેક અગ્રણીઓ સહિત મૂળનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર, સંયોજક રાજુભાઈ વસાવા સહિત અનેક આગેવાનોની અટકાયત કરી છે અને જો સદર ગેરકાયદેસર પૂલીયા તોડવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આક્રોશ સાથે ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
યાકુબ પટેલ, કરજણ