23 માર્ચ 2020 ના રોજ વૈશ્વિક કોવિડ 19 ની મહામારીનો કારણે સમગ્ર ભારતભરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દેવાયું હતું ત્યારથી દરેક ધાર્મિક સ્થળો પણ શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવાયા હતા.
જેમ-જેમ કોરોનાના ડગ પાછળ પડતા ગયા તેમ તેમ સરકાર તરફથી પોતાની ગાઈડ લાઈનમાં ક્રમસહ તેમાં ધીરે ધીરે રાહત મળતી ગઈ. હવે 2 વર્ષનો સમય વીતી જતા કોરોના પણ જાણે વિદાય થઈ રહ્યો છે ત્યારે 1 એપ્રિલ 2022 થી સરકારે કોરોનાના નિયમો હટાવી લીધા છે ત્યારે મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ શરૂ થતા ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલ મસ્જિદો અને દરગાહ શ્રધ્ધાળુઓ માટે સંપૂર્ણ ખોલી દેવામાં આવી છે. મસ્જિદમાં રમઝાન માસની ખાસ નમાઝ તરાવીહ પણ ચાલુ કરતા શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. ગામમાં આવેલ દરગાહ ખાતે ધાર્મિક શિક્ષણ લાઇ રહેલા હાફેજીઓ પોતાનો અભ્યાસ દિવસે અને રાત્રે ભક્તિભાવથી કરી રહયા છે. ધાર્મિક સ્થળો શરૂ થતા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ દેખાય રહ્યો છે.ધાર્મિક સ્થળના ટ્રસ્ટીઓ દ્વારા તકેદારીના પગલાં પણ લેવાય રહયા છે. ધાર્મિક સ્થળોએથી વિશ્વમાંથી કોરોનાની બીમારી વિદાય લે તેવી પ્રાર્થના પણ કરવામાં આવે છે.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ : બે વર્ષ પછી નબીપુરમાં મસ્જિદો અને દરગાહ શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ ખોલાતા પવિત્ર રમઝાન માસમાં શ્રદ્ધાળુઓ ખુશખુશાલ.
Advertisement