Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર માં ઓવર ટ્રકે મોટરસાયકલ ને અડફેટે લેતા એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું

Share

 

 

Advertisement

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ ના જંબુસર રોડ બાયપાસ ચોકડી વિસ્તાર ની રેલ્વે ફાટક વિસ્તાર માં મીઠા ના જથ્થા થી ઓવર લોડેડ ભરેલ ટ્રકે એક મોટરસાયકલ સવાર ને અડફેટે લેતા ભારે અફરાતફરી નો માહોલ રસ્તા ઉપર સર્જાયો હતો…જો કે સમગ્ર અકસ્માત ની ઘટનામાં બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો…..

 

અવાર નવાર બાયપાસ ચોકડી વિસ્તાર માં આ પ્રકાર ની ટ્રકો થકી થતા અકસ્માતો ના બનાવ ના પગલે લોકો માં રોષ ભભૂકી ઉઠ્યો હતો…અને ટ્રક ના કાંચ તોડી લોકો એ તેઓ નો રોષ વ્યક્ત કર્યો હતો …તો બીજી તરફ ઓવર લોડેડ મીઠું ભરી શહેર ના માર્ગો ઉપર માઠેલા સાંદ ની જેમ દોડતી આ પ્રકાર ની ટ્રકો કોના રહેમ નજર હેઠળ બેફામ બની નીકળે છે તેવી લોક ચર્ચા આ પ્રકાર ના બનેલ અકસ્માત ના બનાવ બાદ થી લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બની હતી….અને લોકો એ અવાર નવાર તંત્ર માં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે આજ રોજ અકસ્માત ની ઘટના બાદ રસ્તા ઉપર ઉતરેલા લોકો એ તંત્ર સામે રોષ વ્યક્ત કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા …….

 

બપોર ના સમયે સર્જાયેલ અકસ્માત અને લોકો ના રોષ ને પગલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયપ હતો અને સ્થળ ઉપર થી વાહનો અને લોક ટોળા ને સાઈડ ઉપર ખસેડી રસ્તા પર અકસ્માત ના પગલે સર્જાયેલ ટ્રાફિક જામ ની સ્થીતી ને ખુલ્લી કરી હતી….


Share

Related posts

આજે નર્મદા જિલ્લામાં 31 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીની શરૂઆત રેલીનું આયોજન કરાયું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર ચુડાના વેજલકા ગામના ખેડુતની આત્મહત્યા થી વેજલકા ગામે ખેડુતોમાં સંનાટો

ProudOfGujarat

નર્મદાની આદિવાસી યુવતીની માનવતાને સલામ : લગ્ન માટે રાખેલા પૈસા જમીન છોડાવવા આપ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!