હાલ પવિત્ર રમજાન માસ અને ચૈત્રી નવરાત્રીના ધાર્મિક તહેવારો ચાલી રહ્યા છે, ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખી શહેરના તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ ઉપર તંત્ર ધ્યાન આપે અને તેનું નિરાકરણ લાવે તેવી માંગ સાથે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના સભ્યોએ આજે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
વિપક્ષના સભ્યોએ આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ભરૂચ શહેરના તમામ વોર્ડ તેમજ મુખ્ય માર્ગ પર નિયમિત સાફ સફાઈ કરી ડી.ડી.ટી પાઉડરનો ઉપયોગ કરવામાં આવે તેમજ શહેરની ખૂલ્લી ગટરોની સાફ સફાઈ કરવામાં આવે સાથે જ ઉનાળાની ઋતુમાં જે વિસ્તારોમાં પાણી પુરવઠો ફોસથી નથી મળતો તે સમસ્યાને દૂર કરવામાં આવે, શહેરની સ્ટ્રીટ લાઈટો બંધ છે તે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને બંધ લાઈટો રીપેરીંગ કરવામાં આવે સાથે જ જે વિસ્તારના રસ્તા પર ખાડા છે ત્યાં પેચવર્ક કરવામાં આવે અને રસ્તાને સરખા કરવામાં આવે, સમગ્ર વિસ્તારોમાં ડોર ટુ ડોર કલેકશનને નિયમિત કરવામાં આવે અને DGVCL દ્વારા હાલ તહેવારોના સમયમાં મેન્ટેનન્સના નામે વિજકાપ નહિ કરવામાં આવે તેવી ખાસ માંગ કરવામાં આવી હતી.
હારુન પટેલ : ભરૂચ