Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ દહેજ માર્ગ પર આમદરા નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ દહેજ માર્ગ પર આવેલ આમદરા ગામ પાસે આજે દહેજ તરફ જતા એક કેમિકલ ટેન્કરના ચાલકે રસ્તે ચાલતી એક મોટર સાયકલને અડફેટે લઇ અકસ્માતની ઘટનાને અંજામ આપતા મોટર સાયકલ પર સવાર એક મહિલા સહિત એક પુરૂષનું મોત નિપજ્યું હતું તેમજ અકસ્માત બાદ રોડ સાઇડ પર પલ્ટી મારેલ ટેન્કરના ચાલકનું પણ દબાઈ જવાના પગલે મોત નિપજ્યું હતું.

સમગ્ર અકસ્માતની ઘટનામાં પ્રવીણ કુમાર ચંદ્રેશવર મંડલ રહે.મધુબતી, બિહાર, નંદુબેન કાલિદાસ વસાવા રહે,આમદરા તેમજ જીતેન્દ્રસિંગ સુરેન્દ્રકુમાર સિંગ નામના વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ઘટના બાદ સ્થળ ઉપર એક સમયે લોકોના ટોળા જામ્યા હતા, જોકે ભરૂચ રૂરલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા સાથે ઘટના અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

મહત્વનું છે કે છેલ્લા ૨૪ કલાકમાં ભરૂચ જિલ્લામાં બે જેટલી ઘટનાઓમાં કુલ પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, જેમાં પ્રથમ ઘટના નેત્રંગના ધારિયા ધોધમાં બે યુવાનોના ડૂબી જવાથી મોત થયાની સામે આવી હતી ત્યારે અન્ય એક અકસ્માતની ઘટના દહેજ માર્ગ પરથી સામે આવતા તેમાં ત્રણ વ્યક્તિ ઓના મોત નિપજતા આમ રવિવાર અને સોમવારનો દિવસ ભરૂચ જિલ્લા માટે ગમગીની ભર્યા સમાચારોથી ગુંજી ઉઠ્યો હતો.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

પોરબંદરની ભોરાસર સીમ શાળાના વિધાર્થીઓએ ગુજરાતના સૌથી ઊંચા પર્વત પરના શિખર પર પ્રવાસ કરી ટ્રેકિંગ કર્યું.

ProudOfGujarat

ચોરાઉ ત્રણ મોટરસાયકલ સાથે પરપ્રાંતીય શખ્સને ઝડપી પાડતી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ

ProudOfGujarat

રાજપારડી ગામે લોક કરીને મુકેલ મોટરસાયકલની ઉઠાંતરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!