ભરૂચના આમોદ તાલુકાના કૉઠી – વાતરસા ગામમાં નિશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઇ હતી. જેમાં દર્દીઓએ વિવિધ રોગોના નિદાન કરાવી દવાઓ પ્રાપ્ત કરી હતી. આયોજિત આરોગ્ય ચકાસણી શિબિર માં વિવિધ રોગોના દર્દીઓએ લાભ લઈ ચકાસણી કરાવી હતી. આયોજિત આરોગ્ય ચકાસણી શિબિર માં ડૉ. આરીફ ઓટલાવાલા, ડૉ. શાહિદ ભા, ડૉ. ઇમરાન ભા તેમજ ડૉ. ફિરદોસ જેટ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી. નિશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિરમાં ૨૦૦ જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો. લાભ લેનાર દર્દીઓને વિના મુલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિતરણ કરવામાં આવેલી દવાઓનો સંપૂર્ણ ખર્ચો વિદેશમાં વસતા ગામના સખીદાતાઓ તરફથી કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન પણ ગામના ઉત્સાહી યુવાનો દ્વારા ગામમાં ડોર ટુ ડોર કોરોનાગ્રસ્તોને સારવાર પ્રદાન કરી એક સરાહનીય તેમજ પ્રેરણાદાયી સેવાભાવી કાર્ય કર્યું હતું. કૉઠી – વાતરસા ગામના સેવાભાવી યુવાનો દ્વારા સમયાંતરે આરોગ્ય શિબિર તેમજ અન્ય સેવાભાવી પ્રવુત્તિઓ થકી લોકોને મદદરૂપ બની સેવાકીય પ્રવૃતિઓ અવિરત થતી રહે છે. ગ્રામ પંચાયતના ડે. સરપંચ સલીમ હાફેઝી, લુકમાન શહેરી, દિલાવર અકૂજી, ઈમ્તિયાઝ અલી વલી તેમજ ગામના યુવાનોએ ખુબ સારી જહેમત ઉઠાવી આરોગ્ય શિબિરને સફળ બનાવી હતી.
યાકુબ પટેલ, પાલેજ