ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કુમાર શાળામાં ફરજ બજાવતા શિક્ષકો એ શુક્રવારે શાળામાં કાળી પટ્ટી તેમજ કાળા કપડા પહેરી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત કર્મચારી સંયુક્ત મોરચાએ આપેલા આદેશ અનુસાર કુમાર શાળા પાલેજના સમગ્ર સ્ટાફ શાળા સમય કરતા અડધો કલાક વહેલા આવી કાળા કપડાં તેમજ કાળી પટ્ટી ધારણ કરી એન.પી.એસ હટાવી, ઓ.પી.એસ લાગુ કરવા માંગણી કરવામાં આવી હતી. નવી પેન્શન સ્કીમ રદ કરી જૂની પેન્શન યોજના દાખલ કરવાની માંગણી સાથે તેઓએ કાળી પટ્ટી તેમજ કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
યાકુબ પટેલ, પાલેજ
Advertisement