ભરૂચ જિલ્લાના નવ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતોને પૂરતી વિજળી ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, ખેડૂતને ખેતરમાં વિજળીના અભાવના કારણે ખેતરમાં પાણી પહોંચાડવું સહિતની બાબતોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
આજરોજ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ભરૂચના મકતમપુર DGVCL ની કચેરી ખાતે અધિકક્ષકને ખેડૂત આગેવાનો દ્વારા દ્વારા જિલ્લાના ખેડૂતોને આઠ કલાક વીજળી મળી રહે તે અંગેની લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી, આ પ્રસંગે જિલ્લા ખેડૂત સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
હારુન પટેલ : ભરૂચ
Advertisement