Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : મહાદેવ નગર વિસ્તારમાં નશાનો વેપલો કરતા બુટલેગરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી.

Share

ભરૂચ શહેરના જ્યોતી નગર પાસે આવેલા મહાદેવ નગર વિસ્તારમાં બુટલેગરો જાણે કે બેફામ બન્યા હોય અને હમ નહિ સુધરેગે જેવી નીતિ અપનાવી પોતાનો નશાનો વેપલો ધમધમાવી રહ્યા છે, જે અંગેની બાતમી ભરૂચ ક્રાઇમ બ્રાંચને મળતા પોલીસે સ્થળ પર પહોંચી દરોડા પાડ્યા હતા.

પોલીસ દરોડામાં બુટલેગર પ્રશાંત ઉર્ફે પિન્ટુ સુરેશભાઈ પટેલ રહે,મહાદેવ નગર વિસ્તાર નાઓને ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ ઝડપી પાડ્યો હતો, તેમજ મામલા અંગે અન્ય બે બુટલેગરો ધ્રુવ ઉર્ફે જીનું નિલેષભાઈ પટેલ અને જીગ્નેશ ઉર્ફે જીગો પરીખ નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Advertisement

ક્રાઇમ બ્રાંચના દરોડામાં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો સહિત કુલ રૂ.૪૯,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, મહત્વની બાબત છે કે આજ વિસ્તારમાં એક સપ્તાહ અગાઉ પણ પોલીસે દરોડા પાડી મોટી માત્રામાં શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જે બાદ પણ બુટલેગરોને જાણે કાયદાનો ખોફ ન રહ્યો હોય તેમ ફરીવાર પોતાનો નશાનો વેપલો શરૂ કરતાં આખરે ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી બુટલેગરોની શાન ઠેકાણે પાડી છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરૂચમાં દોડતી સીટી બસની સામે રિક્ષા ચાલકોનું વિરોધ પ્રદર્શન : સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકોએ ચક્કાજામની કરી કોશિશ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મૂળ કલકત્તાના રહેવાસી ખાસ નર્મદા નદીની માટીમાંથી બનાવે છે ગણેશ મૂર્તિઓ.

ProudOfGujarat

ભરૂચ શહેરના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય અને હોદ્દેદાર એવા કમલેશ મોદીનો ટિકટોક પર દારૂ ની બોટલ સાથે વિડીયો વાયરલ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!