ગતરોજ નેત્રંગ મોવિરોડ ઉપર નાકાબંદી કરી આયસર ટેમ્પાની અટકાયત કરી તપાસ કરતા અંદર છોલેલી ખેરના લાકડા માલુમ પડતા આયસરના મલિક પાસે ખેરના લાકડાની પાસ પરવાનગી અંગે પૂછતાછ કરતા તેઓ પાસે કોઈ પુરાવા ન હોવાથી આઇસર નં.GJ.34.T.1462 ને અટકાવી કબ્જે કરી હતી. ત્યારબાદ રેન્જ ઑફિસે લાવી ગાડીના ડ્રાઈવરની તથા મલિક, મજૂરની પૂછતાછ કરતા જાણ થઇ હતી કે ખેરના છોલેલા લાકડા ઉમરખાડી તા.ઉમરપાડા જી.સુરત ગામેથી લાકડાના વેપારી મહેશભાઈ રૂપજીનાં વાડામાંથી તેઓના મજુર (1) વસાવા નિતેશકુમાર મંજીભાઇ (2) વસાવા નિતેશભાઇ સીંનગાભાઇ (3) વસાવા તેજસકુમાર મહેશભાઈ દ્વારા ગાડીને ભરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંથી નેત્રંગ મોવી રોડ ઉપર જતા નેત્રંગ ફોરેસ્ટ સ્ટાફ દ્વારા અટકાયત કરી ઓફિસે લાવવામાં આવ્યા હતા.
ટેમ્પાનો ડ્રાઈવર યાદવ બ્રિજેશકુમાર કલ્લુરામ (UP) માલિક-મુનુરુદિન બદરુદ્દીન મલેક (રુસ્ટમપુરા) વેપારી – વસાવા મહેશભાઈ રૂપજીભાઈ (ઉમરખડી) ટેમ્પા માલિક-ત્રિવેદી ત્રિલોકકુમાર જયપ્રકાશ(રુસ્ટમપુરા) તેમજ મજુર કાસમભાઈ મહમદ મલેક (વાઘોડિયા) અને ગોહિલ મોઇન ભરતભાઇ(રૂસ્ટમપુરા) આ તમામ ગુનામાં સામેલ હોય તેઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુદ્દામાલમાં ખેરના લાકડા નંગ.47 અંદાજીત રકમ રૂ.50 હજાર તથા ટેમ્પાની કિંમત 5 લાખ એમ કુલ મળીને 5.50 હજારની રકમનો મુદ્દેમાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરેલ છે.
હારુન પટેલ : ભરૂચ