Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં બાઇક ચોરીનો રીઢો ચોર “અબ્દુલ્લા”નવ મહિના બાદ પોલીસ પકડમાં આવ્યો.

Share

ભરૂચ શહેરમાં બાઇકોની ચોરી કરી પલાયન થતો આમોદના કુરચણ નવી નગરીમાં રહેતો અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા મહંમદ પટેલની આખરે નવ મહિના બાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બાઇક ચોરીમાં માસ્ટર માઈન્ડ અબ્દુલ્લાના ઘરની બહાર પાર્ક કરેલ સ્પ્લેન્ડર મો.સા ના એન્જીન નંબરના આધારે પોલીસે તપાસ કરતા આ બાઇક ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તાર સ્વામિનારાયણ સ્ફુલ સામેથી વર્ષ ૨૦૨૨ ના જાન્યુઆરી મહિનામાં ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું, જે બાદ પોલીસે અબ્દુલ્લાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, મહત્વની બાબત છે કે અબ્દુલ્લા પટેલ સામે આ અગાઉ પણ અનેક બાઇક ચોરીની ફરિયાદો નોંધાઇ ચુકી છે, ત્યારે હમ નહિ સુધરેગેની નીતિ ધરાવતા અબ્દુલ્લાને ફરી એકવાર જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરૂચનાં ભોલાવ ગામ ખાતે રેડ કરી 4 જુગારીયાઓને ભરૂચ સી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

રવિવારે વડોદરામાં 14 મોટા ગરબામાં 3 લાખ ખેલૈયાઓ ગરબે ઘુમ્યા

ProudOfGujarat

માંગરોલ ઉમરપાડા તાલુકાના સરપંચ, સભ્યોનો અભિવાદન સમારોહ વાડી મુકામે યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!