ભરૂચ જિલ્લામાં માર્ચના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર જતા શહેરીજનો આકરી ગરમીમાં શેકાઇ રહ્યા છે. જિલ્લામાં બપોર પડતા જ જાણે કે રસ્તાઓ સુમસામ થતા હોય તેવી સ્થિતીનું સર્જન થયું છે.
ગરમીના પ્રકોપથી બચવા લોકો ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે, બપોરના સમયે શહેરમાં આવેલ શેરડી રસ સહિત ફાઉન્ટેન સોડાનું સેવન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.
તો બીજી તરફ ગરમીના પ્રકોપથી બચવા માટે લોકો પોતાના શરીરને ઢાંકી જાહેર માર્ગો પર નીકળતા નજરે પડી રહ્યા છે, ત્યારે ગરમીના આ પ્રકોપમાં ક્યા પ્રકારની કાળજી રાખવી, શુ ખાવું જોઈએ, અને કઇ કઈ બાબતોનું પાલન કરવું જોઈએ તે અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એમ.ડી મેડિશિયન અને મેડિકલ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.દીપા થડાણી એ પ્રાઉડ ઓફ ગુજરાત સાથેની વિશેષ વાતચીતમાં શહેરીજનોને ગરમીમાં મદદરૂપી સંદેશો આપ્યો હતો.
હારુન પટેલ : ભરુચ
ઉનાળાના પ્રારંભ સાથે જ ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતાં લોકોએ ઠંડા પીણાનો સહારો લેવો પડયો..!!!
Advertisement