Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજના ડો.મતાઉદ્દીન પીરઝાદા સાહેબ એ ઇસપ નાથા ઉર્ફે નથ્થુબાવાની જીવન ગાથા વર્ણવી.

Share

પાલેજ ખાતે ઈખરના સંત ઇસપ નાથા ઉર્ફે નથ્થુબાવા જેઓ પીરકાયમુદ્દીનબાવાના એકાવન પટ્ટ શિષ્યોમાંના એક હતા તેઓ ઇખર માટલી કુટુંબમાં 200 વર્ષ પર થઇ ગયાં તેઓ ખેડૂત હતા. તેઓની જીવન ગાથાનુ એક છ ફૂટ ચાર ઇંચનું એક બેનર કવિ કે.કે રોહિતે બનાવી, આવતી પેઢી એમને ભુલીના જાય એટલે આ બેનરથી એમનુ જીવન ઝરમર લખી એમની યાદ તાજી કરી છે. એ બેનરને પાલેજના ડો.મતાઉદ્દીન પીરઝાદા સાહેબના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ સમયે ભરૂચના જાણીતા ડોકટર આ.સી.મહેતાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

લોકો આજે સાચા ધર્મથી દૂર થતા જાય છે તો નથ્થુબાવાના જીવનથી સાચો ધર્મ માનવ ધર્મ, પ્રેમનો ધર્મ, એકબીજાને સમજવાનો, એકબીજામાં એકરૂપ થવાનો સાચો ધર્મ છે. આત્મા સો પરમાત્માનો ધર્મ છે જાણે અને અમલમાં મુકી પોતાનુ જીવન ધન્ય કરે એ કે કે રોહિતનો આશય છે. તેઓના ગુરુ પીર કાયમુદ્દીનબાવામા કાયમ ખોવાયેલા રહેતા. એમને એમના પર અતૂટ શ્રદ્ધા હતી. એમની પશુ પંખીઓ, જીવ જંતુઓ પરની દયા લોકો હજુય યાદ કરે છે તેઓ ખેતરમા જુવાર સાચવવા જાય છે તો એના મા સાહેબના કહેવા મુજબ જાનવરો-ચકલાઓ સાચવે છે ને ખેતરમાં ગુરુ નાનક મુજબ રામકી ચિડિયા રામકા ખેત, ખાઓ ચિડિયા ભર ભર પેટ. આખુ જુવારનું ખેતર ચકલાઓને સોપી દે છે અને જુવાર લણવાની આવે છે તો દાણા વગરના ડૂંડા પીછીઓ ખરીઓમા આ ડૂંડા નાખી પાર ફેરવે છે તો બીજા ખેડૂતો એમની મશ્કરી કરે છે કે અલ્લાહ કરવાથી કંઇ જુવાર થોડી પાકવાની છે ? પણ ગુરુ કાયમુદ્દીન પીરની દુઆઓથી દાણા વગરનાં ડૂંડાંમાંથી અઢળક જુવાર ખરામા નીકળે છે ને એમાં એમના છ જોડ બળદો અને ખુદ નથ્થુ બાવા એ જુવારમાં ખૂપી જાય છે એટલી જુવાર એમના ખરામા થાય છે ત્યારથી નથ્થુ ભગત નથ્થુ પીર તરીકે પુજાય છે. એમની કબર ઇખર મોટા કબ્રસ્તાનમાં ઇમામઅલીબાવાની દરગાહ પાછળ આવેલ છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

સુરત: બેખોફ લૂંટારા થયા બેનકાબ.નેશનલ હાઇવે પર ડ્રાયવર,ક્લિનરનું અપહરણ કરી લૂંટ ચલાવતા 5 લૂંટારા ઝડપાયા…

ProudOfGujarat

આમોદ તાલુકાના આછોદ ગામે ડી.જી.વી સી.એલ ની ગંભીર બેદરકારી…

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે પાનોલી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!