વાગરાના ગલેન્ડા ગામે યોજાયેલાં લગ્ન પ્રસંગમાં રાત્રીના સમયે વરઘોડો નિકળ્યો હતો. વરઘોડામાં જોડાયેલાં ગામના અને બહારથી આવેલાં જાનૈયાઓ સહિતના લોકોએ ડી.જે.ના તાલે નાચવા માટે ઉમટી પડ્યાં હતાં. જોકે, તે પૈકીના કેટલાંક શખ્સોએ વટ જમાવવા માટે હાથમાં એરગન, હોકી સ્ટીક, ઘોડાને હાંકવાની ડાંગ સહિતના મારક હથિયારો હવામાં ઉછાડ્યાં હતાં.
જે બાદ વરઘોડામાં મારક હથિયારો ઉછાળ્યાં હોવાના વિડિયો વાયરલ થયાં હતાં. જે અંગે દહેજ પોલીસને જાણ થતાં પીઆઇ બી.એન. સગર તેમજ તેમની ટીમે એક્શનમાં આવી વિડિયોના આધારે અરબાઝ ફિરોજ રાજ, મુનાફ નસરૂદ્દીન રાજ તેમજ ઇકબાલ ચંદ્રસંગ રાજની અટકાયત કરી તેમની વિરૂદ્ધ ગુનો નોંધી તમામની ધરપકડ કરવામાં આવી છે.
Advertisement