Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના નબીપુરમાં DGVCL ના ટ્રાન્સફૉર્મર DP પર મૂકેલી LT સપ્લાય કન્ટ્રોલ સ્વિચમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં DGVCL નો પાવર સપ્લાય ગામને પહોંચાડવા માટે ગામમાં વિવિધ સ્થળોએ આશરે 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મરો મૂકેલા છે. જે પૈકી આજે વહેલી સવારે કુંભારના ખાડા પાસે આવેલ DP ઉપર મૂકેલી LT પાવર સપ્લાય સ્વિચ બોક્ષમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી.

ઘટનાની જાણ DGVCL ના લાઈનમેન અશોકભાઈને કરતા તેઓ ત્વરિત ઘટના સ્થળે તેમના હેલ્પરો સાથે આવી પહેલા હાઇટેન્શન પાવર સપ્લાય બંધ કરી દીધો હતો અને વીજ ટ્રાન્સફૉર્મરમા કોઈ નુકશાન ના થાય તેના માટેના પગલાં લીધા હતા. વીજપુરવઠો બંધ કરી તેઓએ તેમની ટીમ સાથે સમારકામ શરૂ કરી દીધું હતું અને ગણતરીના કલાકોમાં વીજપુરવઠો રાબેતા મુજબ કરી દીધો હતો. લાઈમેનની ત્વરિત કામગીરીને કારણે DGVCL ના અને ગ્રાહકોનાં વીજ ઉપકરણોને મોટા નુકશાનમાંથી બચાવ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 21 પર પહોંચી, સિવિલ હોસ્પિટલના 7 કર્મીઓને કોરોના પોઝીટીવ,ઘરોમાં રહો સુરક્ષિત રહો.

ProudOfGujarat

કોરોના સંક્રમણને અટકાવવા છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી નગરનાં વેપારીઓએ મહત્વનો નિર્ણય લીધો સાંજે 4 વાગ્યે બોડેલીની તમામ દુકાનો બંધ કરી કોરોનાથી રક્ષણ મેળવવાનો પ્રયાસ કરાયો છે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના દધેડા ગામે ડિગ્રી વિનાનો બોગસ ડોકટર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!