બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના અયોધ્યા નગર વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી, જે બાદ એક્શનના આવેલ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે “VISWAS” પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ CCTV કેમેરા તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મળેલ બાતમીના આધારે “સીકલીગર ગેંગ” ના બે આરોપીઓની ધરપકડ કરી રોકડ રૂપિયા તેમજ ચોરીમાં વપરાયેલ સામાનનો કબ્જો મેળવ્યો હતો.
એ ડિવિઝન પોલીસે સીકલીગર ગેંગના સતવંતસિંગ ઉર્ફે ઇલું પ્રીતમસિંગ ટાંક રહે.સાબુગઢ એપાર્ટમેન્ટ, ભરૂચ તેમજ હરવિંદરસિંગ ઉર્ફે અર્જુસિંગ પ્રીતમસિંગ ટાંક રહે.સાબુગઢ એપાર્ટમેન્ટ ભરૂચ નાઓની રોકડ રકમ 25,000 તેમજ મોબાઈલ ફોન સહિત ચોરીમાં વપરાયેલ સાધનો સાથે ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Advertisement