Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લૂંટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી વાલિયા પોલીસ.

Share

ભરૂચના વાલિયા પોલીસે લૂંટના ગુનામાં બે આરોપીઓને ઝડપી લઈ અનડિટેકટ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ વાલિયા પોલીસ પી.આઈ પી.એચ વસાવા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય મિલકત સંબંધિત ગુનાનો ભેદ ઉકેલવા માટે તે સમયે બાતમી મળેલ કે રામપર ગામની સીમમાં કેટલાક શખ્સો રોજ અલગ-અલગ જગ્યાએથી મોટરસાયકલ તેમજ ફોરવ્હીલ ગાડી લઇ આવી જલ્સા પાર્ટી કરે છે. અમુક સમય પછી છૂટા પડી ખેતરમાં રહે છે. તેઓ હાલ સાથે હોય આ ચોક્કસ બાતમીના આધારે વાલિયા પોલીસે ગામની સીમમાં દરોડો પાડતાં સ્થળ પર બે શખ્સો (1) સાહિલ સલીમ પઠાન રહે. સચિન સિટી ભાટિયા ગામ સુરત (2) મેહુલ ઈશ્વર ગામીત રહે. અરેઠી નવું ફળિયું સુરતને કાળા કલરની પલ્સર કિં.રૂ.25,000, કાળા કલરની હીરો પેશન મો.સા.કિં.રૂ.15,000, મોબાઈલ ફોન 2 કિં.રૂ.5000, રોકડા રૂપિયા 1830 મળી કુલ કિં.રૂ.46,830 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. પોલીસ દરોડા દરમિયાન (1) ધર્મેશ દિનેશ વસાવા (2) જયદીપ (3) સુનિલ (4) જસ્સી સ્થળ પરથી નાસી છૂટયા હોય તમામ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

પંચમહાલના જાણીતા મરડેશ્વર મહાદેવ સહિતના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠયા.

ProudOfGujarat

જામનગર: પૂરમાં ધંધામાં નુકસાન થતા દુકાનદારે મોત વ્હાલુ કર્યુ

ProudOfGujarat

અમૃત ભારત રેલ્વે સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનનો પીએમના હસ્તે વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!