ભરૂચના ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં CSR અંતર્ગત વિવિધ પ્રોજેક્ટનો ઉદઘાટન કાર્યક્રમ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે હાથ ધરાયો હતો.
દહેજની લિબ્રિઝોલ એડવાન્સ કંપની દ્વારા કમ્પ્યુટર લેબ 20 કમ્પ્યુટર સાથે, 6000 સ્ક્વેર ફીટનો એજ્યુકેશન એક્ટિવિટી હૉલ, બિલ્ડિંગ રીનોવેશન કાર્ય તથા બોયસ/ ગર્લ્સ હોસ્ટેલ સંસ્થાને અનુદાન રૂપે આપવામાં આવ્યા હતા.
અંકલેશ્વરની ડેક્કન કંપની દ્વારા 10 KW સોલાર પાવર પ્લાન્ટનું અનુદાન આપવામાં આવ્યું હતું. ભરૂચ ભાજપ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના, ડભોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા દાંતનું ફરતું દવાખાનું વગેરે પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે
માં વિશેષ મહેમાન આપણા ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંત પટેલ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિહં અટોદરિયા, મહામંત્રી નિરવ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ તથા લુબ્રિઝોલ કંપનીના કિશોર ચૌહાણ, અમિતભાઈ, ભાવિકભાઈ, ડેક્કન કંપનીના મેનેજર રાહુલ શાહ, વિપુલ રાણા તથા ગ્રાસીમના હેમરાજ પટેલ દિવ્યાંગ બાળકોને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પોસ્ટ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ પી. બી. ઠાકોર, ડભોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશનના ભરતભાઇ, મકતમપુર PI કોઠીયા, સેવાયજ્ઞના રાકેશ ભટ્ટ, JSS ના મુન્નાભાઈ, ઝેડ.જે.પટેલ, પ્રમુખ શાંતિલાલ શાહ તથા સભ્યો, ગામના આગેવાનો વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના દિવ્યાંગ બાળકોએ વિવિઘ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતાં. સંસ્થાનાં સ્થાપક પ્રવીણભાઈ અને અરુણાબેન પટેલ દ્વારા હંમેશા પ્રોત્સાહન અને માગૅદશૅન મળતું રહ્યું છે. સંસ્થામાં પ્રમુખ તરીકેની સેવા આપી રહેલા યશવંત પટેલ, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી, સમીર પટેલ, આચાર્ય મનિષાબેન ત્રિવેદી તથા રસોડાના કાર્યકર ગીતાબેન પઢિયારનું સંસ્થા વતી સન્માનપત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું.
કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ યશવંત પટેલ, ઉપપ્રમુખ મગનભાઈ હનીયા, સમીરભાઈ પટેલ, કિર્તી પટેલ, ચંદ્રકાંતભાઈ અને તુષારભાઇ પટેલ, ચીમનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
હારુન પટેલ