Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : જ્યોતીનગર પાસે બેફામ બનેલા બુટલેગર પર પોલીસનો સપાટો, લાખોનો મુદ્દામાલ કબ્જે..!!

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા એક માસથી વિવિધ વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડાઓ ઉપર પોલીસે તવાઈ બોલાવી છે, બેફામ અને બિન્દાસ અંદાજમાં કાયદાના ખૌફ વગર નશાનો કારોબાર કરતા તત્વો સામે આખરે પોલીસે લાલઆંખ કરતા બુટલેગરોમાં ફફડાટ છવાયો છે, ક્રાઇમ બ્રાંચ સહિત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના કર્મીઓએ અત્યાર સુધી લાખોની કિંમના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી અનેક બુટલેગરોને જેલના સળિયા ગણતા કર્યા છે, ત્યારે વધુ એક બુટલેગરની ભરૂચ સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે.

ભરૂચના જ્યોતીનગર પાસે આવેલ મહાદેવ નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ અને બિન્દાસ અંદાજમાં વિદેશી શરાબનો વેચાણ કરતા બુટલેગર સામે સી ડિવિઝન પોલીસે લાલઆંખ કરી દરોડા પાડ્યા હતા, પોલીસના દરોડામાં વિદેશી શરાબનો જથ્થો સહિત એક કાર મળી કુલ ૨ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે બુટલેગર રૂષભ શ્યામુ ભાઈ વસાવા રહે.શ્રીનગર સોસાયટી તુલસીધામ, ભરૂચનાની ધરપકડ કરી હતી, તેમજ અન્ય એક બુટલેગર ધ્રુવ ઉર્ફે જીનુ નિલેશભાઈ પટેલ રહે,મહાદેવ નગર,જ્યોતી નગર પાસે નાઓને વોન્ટેડ જાહેર કરી સી ડિવિઝન પોલીસે મામલા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

હારૂન પટેલ : ભરૂચ


Share

Related posts

ખેડા : શાળામાં મધ્યાહન ભોજન માટે સડેલું અનાજ આવતા ચકચાર.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાંથી અમરનાથ યાત્રા માટે ૪૫૦ થી વધુ શ્રદ્ધાળુઓ રવાના

ProudOfGujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે ખેડૂતો માટે નિદર્શન તાલીમ શિબિર યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!