ભરૂચમાં પારિવારિક ઝઘડાને કારણે ડિપ્રેશનમાં આવી નર્મદા બ્રિજ પરથી આત્મહત્યા કરવા જતા આશાસ્પદ યુવાનને વોકિંગ ટ્રેક પરથી શોધી શોધી કાઢી એલસીબીની ટીમે યુવકને બચાવી લીધો હતો.
આ બનાવની મળતી વિગતો અનુસાર ભરૂચ એલસીબીના પીઆઇ જે એન ઝાલા અને ભરત ચુડાસમાને હકીકત મળેલ કે એક યુવાન નર્મદા બ્રિજ પાસે આત્મહત્યા કરવા માટે ત્યાં ગયેલ હોય જે અંગેની હકીકત મેળવી એલસીબીની ટીમ, ભરૂચ પોલીસ એ ડિવિઝનની ટીમ અને ભરૂચ પોલીસ સબ ડિવિઝનની ટીમ તથા અંકલેશ્વર પોલીસને આ યુવકનો પહેરવેશ અને તેના ફોટોગ્રાફ્સ દ્વારા વર્ણન કરેલ નર્મદા બ્રિજના તમામ કાંઠા વિસ્તારમાં પોલીસે યુવકની શોધખોળ હાથ ધરેલ હોય તેવામાં એલસીબીના ગઢવી તથા જયેન્દ્ર ભાઈની ટીમના પોલીસે નર્મદા બ્રિજ વોકિંગ ટ્રેક પરથી આત્મહત્યાનાં ઈરાદે ગયેલ યુવકને સાવચેતીપૂર્વક રોકી લઈ યુવકનું કાઉન્સિલીંગ કરી એ આશાસ્પદ યુવાનને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.