Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : બટુકનાથ વ્યાયામ શાળા ખાતે જિલ્લાકક્ષાની ખેલ મહાકુંભ-2022 ની જુડો સ્પર્ધા યોજાઇ.

Share

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ભરૂચ જિલ્લા રમત-ગમત કચેરી અંતર્ગત જિલ્લાકક્ષાની ખેલ મહાકુંભ 2022 ની જુડો સ્પર્ધાનું આયોજન બટુકનાથ વ્યાયામ શાળા ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાંથી કુલ ૧૭૧ રમતવીર ભાઈઓ અને બહેનોએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જેમાં પ્રાથમિક શાળા પાંજરોલી તાલુકો હાંસોટ જીલ્લો ભરૂચના (અંડર 14) ના ખેલાડીઓ દ્વારા જુડો ની રમતમાં વિવિધ કેટેગરીમાં ભાઈઓમા 1 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રોન્ઝ મેડલ તેમજ બહેનોમા 2 ગોલ્ડ, 3 સિલ્વર, 3 બ્રોન્ઝ મેડલ તેમજ રમતવીર અશોકકુમાર જે પટેલ દ્વારા 1 બ્રોન્ઝ મેડલ મળી (કુલ 14) મેડલ મેળવી સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શાળા પાંજરોલી તેમજ હાંસોટ તાલુકાનુ નામ રોશન કરવા બદલ હાંસોટ તાલુકા અને શાળાના આચાર્ય રેખાબેન પી. પટેલ અને સમગ્ર શાળા પરિવાર & SMC ટીમ અધ્યક્ષ સતીષભાઈ અર્જુનભાઈ વસાવા દ્વારા તમામ વિજેતા વિધ્યાર્થીઓને ઉપરાંત સમગ્ર ટીમ તૈયાર કરવા બદલ શારીરિક શિક્ષણ SRG અને જુડો રમતવીર કોચ અશોકકુમાર જે પટેલ ને વિશેષ અભિનંદન પાઠવી જુડોના રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા અને જિલ્લા કક્ષાએ વિજેતાને આગળ રાજ્ય કક્ષાએ સારુ પ્રદર્શન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

Share

Related posts

વિરમગામ ગાંઘી હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો.શેખ ની બેદરકારી ને કારણે પ્રસુતા ને ફરજીયાત બહાર ખાનગી હોસ્પિટલમાં મોકલવા બાબતે ડો.શેખની બદલી નહીં કરવામાં આવે તો અરજદારોએ આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી.

ProudOfGujarat

ખેડૂત અગ્રણી દર્શન નાયકે માનવ હિતની રક્ષા કાજે કરી રજૂઆત..

ProudOfGujarat

આમોદ તાલુકાના ઇખર ગામની સબા પ્રાયમરી સ્કૂલ ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન શિબિર યોજાઇ હતી, જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!