રાજસ્થાનમાં યુવાનોને રોજગારી મળે એ શુભ હેતુ સાથે ગંગાપુરથી મનોજ વ્યાસ નામના યુવાને પદયાત્રા યોજી છે. તેઓ દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળીને રજુઆત કરશે. ગુજરાતમાં મનોજ નામનો યુવાન આવી પહોંચ્યા બાદ તેઓનું મોડાસા, લુણાવાડા, ગોધરા, હાલોલ, વડોદરા, કરજણ ખાતે મારવાડી સમાજના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે આવી પહોંચેલા મનોજ વ્યાસનું પાલેજ ખાતે રહેતા મારવાડી સમાજના લોકોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.
મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે કે હું મુકેશ અંબાણીનો એક વિડીયો નિહાળી તેઓથી પ્રભાવિત થયો હતો. મનોજ ઘણા સમયથી મુકેશ અંબાણીનો ફેન હોવાનું પણ જણાવ્યું હતું. મનોજ વ્યાસનો મુખ્ય ઉદ્દેશ રાજસ્થાનમાં મુકેશ અંબાણી પોતાનો કોઈ પ્લાન્ટ સ્થાપિત કરી રાજસ્થાનના યુવાનોને રોજગારી મળે એ મનોજ વ્યાસનો મુખ્ય હેતુ હોવાનું તેઓએ જણાવ્યું હતું. મનોજ વ્યાસને પૂર્ણ આશા છે કે મુકેશ અંબાણી મારી વાત ધ્યાન પર લેશે. પાલેજ ખાતે આવી પહોંચેલા મનોજ વ્યાસનું મારવાડી સમાજના પપ્પુ ચૌધરી, મુકેશ ગુજ્જર, સાવર મલ દેવા સિંહ તેમજ મદનલાલ જાટે ફૂલહારથી સ્વાગત કર્યું હતું.