રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં સામાન્ય રીતે દારૂ બંધી છે, પરંતુ બેખોફ અને બિન્દાસ અંદાજમાં આજે પણ જિલ્લામાં શરાબનો વ્યવસાય બુટલેગરો કરતા હોય તેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે, કેટલાક સ્થળે ખુલ્લેઆમ વિદેશી શરાબ મળી રહ્યો છે તો કેટલાક સ્થળે છુપા અંદાજમાં બુટલેગરો પોતાનો નશાનો વેપલો ધમધમાવી રહ્યા છે, આ પ્રકારના બેખોફ બનેલા બુટલેગરો સામે હવે પોલીસ વિભાગ પણ એક્શનમાં જોવા મળી રહ્યો છે, જિલ્લામાંથી છેલ્લા એક માસમાં અનેક સ્થળે પોલીસે દરોડા પાડી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબ ઝડપી પાડ્યો છે, તેવામાં વધુ એક બુટલેગર પોલીસની પકડમાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના વાગરા ખાતે આવેલ રંગ ઉપવન તેમજ નવી નગરી વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે બુટલેગર વીરેન્દ્ર સિંહ ઉર્ફે વિરુ રાજેન્દ્રસિંહ ગોહિલ, રહે. વાગરા ખડી પાછળ નાઓની અટકાયત કરી તેની પાસેથી કુલ ૫૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જ્યારે ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થ સહિત અન્ય ત્રણ જેટલા બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ : વાગરા રંગ ઉપવન ગેટ અને નવી નગરી વિસ્તારમાંથી વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ અન્ય ચાર વોન્ટેડ..!!
Advertisement