ભરૂચ જિલ્લામાં જુગારીઓ બેફામ બન્યા હોય તેમ એક બાદ એક જુગારધામ પોલીસની પકડમાં આવી રહ્યું છે, છેલ્લા એક માસમાં વિવિધ સ્થળેથી પોલીસે અનેક જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, ત્યારે વધુ એક જુગારધામને ઝડપવામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટિમ નાઈટ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ બાતમીના આધારે પાલેજ ખાતે આવેલ “જમાદાર શોપિંગ સેન્ટર” ના રહેણાંક મકાનમાં દરોડા પાડતા મકાનમાં જુગાર રમતા ૭ જેટલા જુગારીઓને ૧,૫૪,૬૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ક્રાઇમ બ્રાંચના દરોડામાં (૧) ઈમ્તિયાઝ યાકુબ જમાદાર રહે.જમાદાર શોપિંગ પાલેજ, (૨) મુસા મહમદ હશન પઠાણ રહે.એસ.કે ૦૨ પાલેજ,(૩) અલ્તાફ ખાન દાઉદ ખાન પઠાણ રહે,ગોલ્ડન પાર્ક સોસાયટી પાલેજ, (૪) ઉસ્માન યાકુબ મુસા પટેલ રહે,મેસરાદ, કરજણ (૫) ફરીદ અહેમદ સિંધી રહે,સિંધી ફળિયું,કરજણ (૬) સીરાજ અહમદ હશન પઠાણ રહે,રેલવે નગરી,કાવી (૭) મુસા ઇબ્રાહીમ મહેરબાન પટેલ રહે.હલદરવા કરજણ નાઓને ૫૦ હજાર ઉપરાંતની રોકડ તેમજ ૩ ટુ વ્હીલર વાહનો સહિત મોબાઈલ મળી કુલ ૧,૫૪,૮૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારીઓમાં ફફડાટની લાગણી છવાઈ છે.