Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ટંકારીયા ગામ ખાતે દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

Share

ભરૂચ જિલ્લામાં ઉનાળાની શરુઆત સાથે જ અનેક સ્થળે આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, છેલ્લા એક માસમાં અનેક મકાનો અને ઔધોગિક એકમોમાં આગ લાગ્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે, તેવામાં વધુ એક ઘટના ભરૂચ તાલુકાના ટંકારીયા ગામ ખાતેથી સામે આવી છે.

ટંકારીયા ગામ ખાતે આજે બપોરના સમયે એક કપડાંની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી, અચાનક લાગેલ આગના પગલે વિસ્તારના લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી, જોકે આગની સમગ્ર ઘટના ઉપર તાત્કાલિક અસરથી પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી, ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલીકાના ફાયર વિભાગમાં કરતા ફાયરના લશ્કરોએ પણ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ આગ ઓલવી હતી.

આગ લાગ્યાની સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો, જોકે આગની ઘટનામાં ઘર વખરી બળીને ખાખ થઇ હતી, અત્રે ઉલ્લેખનીય છે કે આગ શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી અથવા કોઈ અન્ય કારણસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું ન હતું.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ઇલેક્ટ્રિક વ્હીકલમાં આગના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યાં, વધુ એક EV શોરૂમમાં લાગી આગ.

ProudOfGujarat

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા પિરામમણ નાકા થી ત્રણ રસ્તા સર્કલ સુધીના રોડ પર ફ્રૂટ્સના લારી-ગલ્લા અને હોટલોમાં ચેકીંગ હાથ ધરાયુ…

ProudOfGujarat

ભરૂચના ફૂલોના વેપારીઓ પર આથિર્ક સંકટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!