

::-જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચના નેશનલ હાઈવે નંબર ૮ પર થી પસાર થઈ રહેલ એક આઈસર ટેમ્પો નંબર જીજે-૧૮- ટી-૯૫૪૭ માં મોટર સાયકલ ભરીને સુરત તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન સરદાર બ્રિજ ઉપર ટેમ્પાનું પાછળનું ભાગે એક્સલ સાથે બંનેવ ટાયર છૂટું પડી જતા આઈસર ટેમ્પો રોડ વચ્ચે પલ્ટી ખાઈ ગયો હતો…….
ટેમ્પા પલ્ટી ખાતા તેમાં ભરેલ નવી મોટર સાયકલ રોડ પર પડી હતી.અકસ્માત ના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો.અકસ્માત અંગેની જાણ ભરૂચ સી ડીવિઝન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેન દ્રારા ટેમ્પાને સાઈડ પર ખસેડી ટ્રાફિક રાબેતા મુજબ ચાલું કરાવ્યો હતો..જો કે સમગ્ર ઘટના માં સદનસીબે કોઈહાનિ થવા પામી ન હતી………………
Advertisement