Proud of Gujarat
FeaturedGujaratINDIA

અલ્યા હાઉ આમ ન હોય..! પર્યાવરણની જાગૃતિ માટે ભરૂચ નગરપાલિકા અને ખાનગી હોસ્પિટલે લગાવેલા બોર્ડ ચર્ચાનું કેન્દ્ર બન્યા..વાંચીને શોધો ખામી..!!

Share

ભરૂચ નગર પાલિકા અવારનવાર ચર્ચામાં આવતી હોય છે, જેમાં વધુ એકવાર પાલીકા અને ખાનગી હોસ્પિટલ દ્વારા લગાવેલ બોર્ડ આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, આમ તો આ બોર્ડ સ્વચ્છતા અને પર્યાવરણ બચાવવા માટે પ્લાસ્ટિક બેગના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતો છે, પરંતુ તેના પર લખાયેલ શબ્દો જાણે કે ભરૂચની જનતા એકવાર વાંચીને શરમ અનુભવે તેમ છે.

ભરૂચ નગરપાલિકાના અનેક કર્મચારીઓ કામ કરતા હોય છે, તેમજ નામાંકિત ખાનગી હોસ્પિટલ પર આ બોર્ડના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે, કર્મચારીઓ દ્વારા ભરૂચમાં લગાવેલા આ બોર્ડ પર હિન્દીમા લખેલ શબ્દોમાં ભરુચની જગ્યા એ ભરુત શબ્દોનો ઉપયોગ થયો છે, એટલું જ નહીં વાંચ્યા કે જોયા વગર આ બોર્ડ લગાવી પણ દેવામાં આવ્યા છે, ત્યારે લોકો હવે સવાલ પૂછી રહ્યા છે કે જાગૃત થવાની જરૂર કોને છે, શુ આટલા મોટા બોર્ડ પર આટલા મોટા શબ્દો વાંચ્યા વિના જ પાલિકાના કર્મીઓ લગાડી રહ્યા છે, કે પછી આ પ્રકારના બોર્ડ વ્યવસ્થિત છે કે નહિ તેની જાણકારી મેળવવા સુધ્ધા પાલિકા સત્તાધીશો પાસે સમય નથી તેવા અનેક સવાલો આ બોર્ડને જોયા બાદ લોકો કરી રહ્યા છે.

Advertisement

હાલ આ બોર્ડ સોશીયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, તંત્રની શબ્દોની આ ભૂલને લોકો ભરૂચની જનતાનું અપમાન ગણાવી પોસ્ટ મૂકી પોતાની વેદનાઓ ઠાલવી રહ્યા છે, ત્યારે આશા રાખીએ કે આ પ્રકારની શબ્દોની ભૂલ વારા બોર્ડ પાલિકાના કર્મીઓ હવે પોતે જાગૃત બની ઉતારી લે અથવા સુધારો કરી મૂકે તેવી લોક માંગ ઉઠી છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

અદાણી જૂથમાં દેશની સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી રોકાણો સામે કોંગ્રેસે બાયો ચઢાવી, ભરૂચમાં ધરણાં પ્રદર્શન થકી કર્યો વિરોધ.

ProudOfGujarat

નડિયાદ: માતર ખોડીયાર ચોકડી પાસે વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી નડિયાદ પોલીસ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં આવેલ ૪ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ૨૨ બેઠક થયેલ મતદાનની ટકાવારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!