Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ધુળેટી પર્વની ઉજવણી કરી નર્મદા નદીમાં ન્હાવા પડેલ શુકલતીર્થ ગામના બે યુવાનો લાપતા થયા..!!

Share

ગતરોજ સમગ્ર દેશ અને રાજ્યમાં એક તરફ ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી હતી તો બીજી તરફ ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતેથી દુઃખદ સમાચાર સામે આવ્યા હતા, જેમાં નર્મદા નદીમાં બે સ્થાનિક યુવાનો ભરતીના પાણીમાં તણાઇ જતા બંને ઇસમોની કલાકોથી શોધખોળ કરવામાં આવી રહી છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતે રહેતા સુનિલ બચુભાઈ પંચાલ ઉ.વ ૩૨ અને વૈભવ ઉર્ફે વિષ્ણુ સતિષભાઈ પટેલ ઉ.વ ૨૨ નાઓ પોતાના ગામમાં ધુળેટી પર્વની ઉજવણી કર્યા બાદ શુકલતીર્થ નજીક આવેલ નર્મદા નદીના કાંઠે ન્હાવા માટે ગયા હતા, તે દરમિયાન અચાનક નદીમાં ભરતી આવતા નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં બંને યુવાનો તણાયા હતા, જે બાદ બંને યુવાનો લાપતા થયા હોવાની માહિતી સામે આવતા ભારે ચકચાર મચી હતી.

Advertisement

મામલાની જાણ થતાં સ્થાનિક તરવૈયા અને નગરપાલિકા ફાયર વિભાગની મદદથી નર્મદા નદીમાં લાપતા થયેલ બંને ઇસમોની શોધખોળ કરવામાં આવી છે, જોકે છેલ્લા ૧૨ કલાક ઉપરાંતના સમયથી બંને યુવાનોનો આ લખાય છે ત્યાં સુધી કોઈ પત્તો ન લાગ્યો હોવાની વિગતો સામે આવી છે, મામલા અંગેની જાણ નબીપુર પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી જઈ બંને યુવાનો મામલે જાણકારી પ્રાપ્ત કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

આજે વિશ્વ નર્સિંગ દિવસ વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં “નર્સિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

માંગરોળ મામલતદાર કચેરીનાં હૉલ ખાતે સ્વતંત્ર દિવસનાં આયોજનનાં ભાગરૂપે મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

કેબલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!