ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રદશન ખૂબ નબળું રહ્યું હતું, ખાસ કરી આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષને ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મજબૂત આગેવાનના અભાવના કારણે ખૂબ નુકશાન થયું હતું, તેવામાં હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ મજબૂતાઈથી આગળ વધવા માટેની તૈયારીઓમાં લાગી ગઇ છે, તેમાં પણ ખાસ કરી આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાની રણનીતિ સફળ સાબિત થઈ રહી છે.
ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં રાષ્ટ્રીય ઉપ પ્રમુખ રહેલા અને આદિવાસી યુવા નેતા તરીકે ઓળખાતા રાજ વસાવા એ બિટીપી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં એન્ટ્રી લેતા ભરૂચ, નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે,અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, ગુજરાત કોંગ્રેસના પ્રભારી સહિતના નેતાઓની હાજરીમાં રાજ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી વિધિવત રીતે પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો.
આદિવાસી વિસ્તારમાંથી આવતા રાજ વસાવા વર્ષોથી સમાજના વિવિધ પ્રશ્ર્નોને લઈ લડત ચલાવતા આવ્યા છે, રાજ વસાવા આદીવાસી યુવા નેતા તરીકેની છાપ ધરાવે છે, તેમજ સમાજના યુવાનોમાં મજબૂત પકડ ધરાવે છે, તેવામાં આગામી વિધાનસભાની ચિતની પહેલા કોંગ્રેસ પક્ષે આદિવાસી યુવા નેતા રાજ વસાવાને પાર્ટીમાં સામીલ કરી પક્ષને વધુ મજબૂત સ્થિતિમાં મુક્યો છે, તો બીજી તરફ રાજ વસાવા એ કોંગ્રેસનો હાથ પકડતા BTP અને ભાજપ માટે આદીવાસી મામલે મંથન કરવા જેવી નોબત આવી છે.
હારૂન પટેલ : ભરૂચ