ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે હોળી દહન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે હોલિકા દહન દરમિયાન દરમિયાન સમગ્ર વિસ્તારને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યો હતો તથા ભવ્ય રંગોળીઓ બનાવવામાં પણ આવેલ જે રંગોળીઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતું હતું.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ગામમાં અમલી ગ્રુપના યુવાનો દ્વારા દર વર્ષે સુંદર આયોજન કરાય છે ત્યારે આ વર્ષ પણ હોળી દહન કાર્યક્રમ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો આ દિવસે વિવિધ કાર્યક્રમો યોજાય છે જેમાં હોળી દહન કાર્યક્રમ પહેલા ગામમાં ઢોલ નગારા ડિ. જે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે ત્યારબાદ પૂજન કરવામાં આવે છે અને ત્યાર પછી સમગ્ર ગામજનો એકત્ર થઇ હોળી દહન કાર્યક્રમ કરવામાં આવે છે જ્યાં ગામના તમામ લોકો એકત્ર થઈ ગામમાં હોળી દહન કાર્યક્રમમાં જોડાયા હતા.
Advertisement