ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકામાં ધર્માંતરણનો મુદ્દો જોરશોરથી ચગ્યો છે, પ્રથમ આમોદના કાંકરિયા ગામ ખાતે અનેક લોકોને મુસ્લિમ ધર્મમાં કન્વર્ટ કર્યા હોવાની બાબત સામે આવી હતી, જેના તાર છે કે વિદેશ સુધી જોડાયા હતા, તો અન્ય એક વધુ એક ઘટના આમોદ તાલુકામાંથી જ સામે આવી છે,આમોદના પુરસા ગામ ખાતે હિન્દૂ ધર્મમાંથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ ધર્મમાં ધર્માણતર કરાવવાના ષડયંત્ર પર્દાફાશ થયો છે.
આમોદ તાલુકાના પુરસા ગામ ખાતે રહેતા મૂળ હિન્દૂ છગનભાઇ રયજી ભાઈ પરમાર રહે,પુરસા નાઓને ગામ છોડી જતા રહો નહિતર મુસ્લિમ ધર્મ અપનાવો તેવી ધમકીઓ આપી તેમજ લાલચ આપી જબરજસ્તી હિન્દૂ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી મુસ્લિમ બનાવી તેઓનું નામ અબ્દુલ રહેમાન પરમાર આપી છેલ્લા ૨ વર્ષથી નોકરીનો પગાર નહિ આપી વિશ્વાસ ઘાટ કર્યા હોવાની બાબત સામે આવતા ભરૂચ પોલીસમાં ગુનો નોંધાયો છે.
ભરૂચ પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે મુસ્લિમ કટ્ટરવાદી તત્વો સામે ગુનો નોંધ્યો છે, જેમાં એક મૌલવી સહિત અન્ય પાંચની સંડોવણી સામે આવી છે,સમગ્ર મામલામાં પોલીસે આરોપી (૧)અનવરખાં ઈબ્રાહીમ ખાં પઠાણ(૨)ગેમલસંગ ભારત સંગસિંધા(૩)ઇમરાન નૂરભાઈ મલેક(૪)જહાંગીર ગુલામ સરદાર મલેક તેમજ (૫) મૌલવી અબ્દુલ રહીમ હાફેજી નાપવાલા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારૂન પટેલ : ભરૂચ