Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : એક્ટિવા ચોરી કરવાની ટેવ ધરાવતો ઈસમ આખરે જેલના સળિયા પાછળ, ચોરીની ત્રણ એક્ટિવા સાથે એકને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ..!

Share

ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીઓની ઘટનામાં વધારો થયો છે, આંખ પલકના ઝબકારામાં વાહનની ચોરી કરી પલાયન થતા તસ્કરો જાણે કે પોલીસને પણ પડકાર ફેકતા હોય છે, તેવા જ એક બનાવમાં બી ડિવિઝન પોલીસે એક ઇસમને ચોરીની ત્રણ જેટલી એક્ટિવા સાથે ઝડપી પાડયો છે.

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ભરૂચના ડુંગરી વિસ્તારમાંથી એક્ટિવા નંબર GJ.16.BP 9460 લઈ પસાર થતા એક ઈસમ નામે મોહંમદ હુસેન ઈમ્તિયાઝ હુસેન બેલીમ રહે.હમઝા પાર્ક, શેરપુરાને રોકી તેની પૂછપરછ કરતા તેણે એક્ટિવા અંગે પોલીસ સમક્ષ સંતોષકારક જવાબ ન આપતા આખરે તેની આકરી પૂછપરછમાં તેણે એક્ટિવા ચોરી કરી હોવાનું જણાવ્યું હતું, પોલીસે મોહંમદ હુસેન પાસેથી કુલ ત્રણ જેટલી ચોરીની એક્ટિવા કબ્જે કરી તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કન્યા કેળવણી મહોત્સવ અને આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત ૬૧૫૮ ભૂલકાંઓએ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશ લીધો.

ProudOfGujarat

સુરતના માનસિક અસ્થિર બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ

ProudOfGujarat

ક્રેડાઇ ભરૂચ રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ગુજરાત દ્વારા દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!